ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા એટલે શું ? પાણી માટે તેનું મૂલ્યો જણાવો.
$27°C$ તાપમાને રહેલી લેડની ગોળી ટાર્ગેટ સાથે અથડાઈને ઓગળીને સ્થિર થાય છે.$25\%$ ઉષ્મા ટાર્ગેટ દ્વારા શોષણ થાય છે.તો અથડામણ સમયે ગોળીનો વેગ ....... $m/sec.$
(લેડનું ગલનબિંદુ $= 327°C,$ વિશિષ્ટ ઉષ્મા $= 0.03\, cal/gm°C,$ ગલનગુપ્ત ઉષ્મા $= 6\, cal/gm$ અને જુલ અચળાંક $J = 4.2\, joule/cal)$
$- 10°C$ તાપમાને રહેલ બરફને $100°C$ તાપમાને વરાળમાં રૂપાંતર કરવા માટેનો ગ્રાફ .....
વિધાન : ઘનને ઓગાળતા તેની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી
કારણ : ગુપ્ત ઉષ્મા એ એકમ દળના ઘનને ઓગાળવા માટે આપવી પડતી ઉષ્મા છે
ગુપ્ત ઉષ્માનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો અને તેનું મૂલ્ય શાના પર આધાર રાખે છે તે જણાવો.
$2.5\, kg$ દળના તાંબાના એક બ્લૉકને ભઠ્ઠીમાં $500 \,^oC$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને મોટા બરફના બ્લૉક ઉપર મૂકવામાં આવે છે. કેટલા મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે ? (તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 0.39 \,J\,g\,^{-1}\, K^{-1}$, પાણી માટે ગલન ગુપ્ત ઉષ્મા $= 335\, J \,g^{-1})$